અંધારાના કારણે એક વૃદ્ધ પાસેથી અજાણ્યા શખ્સોએ પાકિટ અને રોકડ પડાવી લીધા હોવાની રાવમોરબી : મોરબીમાં સામાકાંઠે જિલ્લા સેવા સદનની પાછળના ભાગે આવેલા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી મહાપાલિકા દ્વારા અહીં તાકીદે લાઈટ નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ જિલ્લા સેવા સદન પાછળના ભાગે હાઇવેને ટચ કરે છે. અહીં અનેક સોસાયટી આવેલી છે. પણ સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અહીં અંધારું થયા બાદ વાહન વ્યવહાર પણ ઓછો થઈ જાય છે. ગઈકાલે અહીં એક વૃદ્ધને કોઈ અજાણ્યા શખ્સોએ ઉભા રાખી પાકિટ અને મોબાઈલ પડાવી લીધો હતો. આવા બનાવો અટકે એટલા માટે અહીં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ છે.