દિલ્હીની કંપનીને તમામ ડિપોઝીટ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપતા કન્ઝ્યુમર કોર્ટનો હુકમમોરબી : મોરબીની જિયા કોર્પોરેશનને દિલ્હીની ઇન્દિરા ગેસ એન્ડ પેટ્રોલ કંપની લિમિટેડે રૂ.25 લાખ ડિપોઝીટ પેટે લીધા બાદ ગેસ આપવાનું બંધ કરી દીધું હોય, આ મામલો ગ્રાહક અદાલતમાં પહોંચતા અદાલતે ડિપોઝીટ પરત આપવાનો હુકમ કર્યો છે.કેસની વિગત એવી છે કે, દિલ્હીની ઇન્દિરા ગેસ એન્ડ પેટ્રોલ કંપનીએ જિયા કોર્પોરેશનના પાર્થકુમાર ફુલતરીયા પાસેથી ગેસ વ્યવસ્થીત આપવા શરતે રૂ.25 લાખ ડીપોઝીટ લીધેલ હતા. કંપનીએ કહેલ કે ભારતમાં અન્ય કંપની જે ભાવે ગેસ આપે છે. તે ભાવે જ ગેસ આપશુ. જેથી પાર્થભાઈએ રૂ.25 લાખ ડીપોઝીટ ભરી હતી. એક વખત કંપનીએ ટેન્ડર ભરી માલ આપ્યો પછી આપવાનો બંધ કરી દીધો હતો. વારંવાર રજુઆત કરવા છતાં માલ આપ્યો ન હતો. જેથી પાર્થભાઈએ પોતાની ડીપોઝીટ પરત માંગેલ હતી. પરંતુ તે પણ આપી નહી. તેથી તેમણે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો. કોર્ટે ગેસ કંપનની સેવામાં ખામી હોઈ કંપનીને પાર્થ ફુલતરીયાને રૂ.25 લાખ 9 ટકાના વ્યાજ સાથે અને રૂ.10 હજાર ખર્ચના તા.29/9 2025 થી ચુકાવાનો આદેશ આપ્યો છે.કોઈ પણ ગ્રાહકને મદદની જરૂર હોય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા મો. ૯૮૨૫૭૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંત ભટ્ટ મો. ૯૩૨૭૪૯૯૧૮૫ તથા મંત્રી રામભાઈ મહેતા મો.૯૯૦૪૮૯૮૦૪૮નો સંપર્ક કરવો. તેમ યાદીમાં જણાવાયું છે.