મોરબી : મોરબીમાં પિતૃ મોક્ષર્થે તથા નિજનામ ગૌશાળાના લાભાર્થે સંસ્કાર રેસિડેન્સી, ક્રિષ્ના સ્કૂલવાળી શેરી, ઓપેરા ટાવર સામેના સાર્વજનીકમાં, ધૂનડા રોડ ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તા. 6-12-2025ને શનિવારથી થશે. જેમાં રાત્રે 8 કલાકે મહાબલી હનુમાન મંદિરેથી પોથી યાત્રા વાજતે ગાજતે કથા મંડપમાં પધારશે. તા. 7ને રવિવારના રોજ કપિલ જન્મ, તા. 8ના રોજ વામનજન્મ તા. 9ને મંગળવારના રોજ કૃષ્ણજન્મોત્સવ, તા. 10ના રોજ ગિરિરાજ અન્નકુટ, તા. 11ના રોજ રૂક્ષ્મણી વિવાહ તથા 12-12-2025ને શુક્રવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ કથામાં વક્તા શ્રી કિશોર મહારાજ (નિજનામ ગૌ આશ્રમ દ્વારા રાત્રે 8 થી 11:30 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવવામાં આવશે.