મોરબી: મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 04/12/2025 ને ગુરુવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને કોસ્મો જેજીવાય ફીડર સવારે 8 થી બપોરનાં 4 વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડર હેઠળ આવતા ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસા.શિવ પાર્ક,સત્યમ પાર્ક, શીતળામાં વિસ્તાર તેમજ ઉમા વિલેજ સોસા.વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.