મોરબી : ચરાડવા ગુરૂકુળમાં ગીતા જયંતીના પવિત્ર અવસરે ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. શ્રી એન.એલ. આમોદરા કોલેજના વિદ્યાર્થીઓ, કે.પી.પી.ટી.સી. કોલેજના વિદ્યાર્થીઓ, વી.પી. શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વેળાએ વિદ્યાર્થીઓએ ગીતા શ્લોકનું સમુહ ગાન કર્યું હતું. ભક્તિભાવપૂર્વક ગીતાજીની પ્રદક્ષિણા કરવામાં આવી અને આરતી ઉતારવામાં આવી. ગીતાજીને ગામમાં પ્રભાત ફેરી દ્વારા ફેરવીને ગ્રામજનોને દર્શન કરાવવામાં આવ્યા.સંસ્થાના સ્થાપક શ્રી એલ. એન. શાસ્ત્રીજી દ્વારા ગીતાજીના મહત્ત્વ અને મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું. તમામ વિભાગના શિક્ષકોએ આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ જ મહેનત કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષકોએ ગીતાજીના પ્રચાર અને પ્રસાર માટે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કર્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.