પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરાયું : લોકોને સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક ટિપ્પણી કરવા કે કોઈ ખોટી અફવા ન ફેલાવવા અપીલ કરાઈમોરબી : મોરબીમાં મણીમંદિર પરિસરમાં આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહનું દબાણ હટાવવામાં આવ્યું છે. આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. 50 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ 1000 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં સોશિયલ મીડિયામાં તથા અન્ય જગ્યાએ ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર શાંતિ ભંગ થાય તેવી આપત્તિજનક કે ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે.