રાણેકપર રોડ ઉપરનો બનાવ : લૂંટ ચલાવનાર બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરીહળવદ : હળવદના બાઈકચાલકની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બન્ને લૂંટારાઓની શોધખોળ ચલાવી છે. આ અંગે સ્થાનિક વિજયભાઈએ વિગતો જણાવતા કહ્યું કે હળવદમાં આનંદ બંગલો સોસાયટીમાં રહેતા રજનીભાઇ દેથરીયા યાર્ડમાંથી તેઓના રૂ.7 લાખ થેલામાં લઈ બાઇક પર આવી રહ્યા હતા. ત્યારે પોણા આઠ વાગ્યાના અરસામાં રણેકપર રોડ ઉપર બે શખ્સોએ તેઓની આંખમાં મરચાની ભૂકી છાંટી થેલો ઝૂંટવી ભાગી ગયા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. હાલ બન્ને શખ્સની શોધખોળ ચલાવાય છે.