પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ પહેલા રૂ.15 હજારની લોન, જે પૂર્ણ થયા બાદ રૂ.35 હજારની લોન મળવાપાત્ર, 7 ટકા સબસીડી પણ અપાઈ છેમોરબી : સરકાર દ્વારા શહેરી વિસ્તારના ફેરિયાઓને મદદરૂપ થવા માટે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ રૂ.50 હજારની લોન આપવામાં આવે છે. તો આ લોન માટેની પ્રક્રિયા મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખામાં ચાલે છે.આ યોજના હેઠળ શહેરી વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે રૂ.15 હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે. સાથોસાથ રૂ.15 હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યાબાદ રૂ.25 હજારની અને રૂ.50 હજારની લોન મળવા પાત્ર થાય છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 7% સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાન્જેકશન દ્વારા વાર્ષિક રૂ.1600 કેશબેકની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ રૂ.25 હજારની ભરપાઈ થયા બાદ બેંક મારફત આ યોજના અંતર્ગત રૂ.30 હજારનું ક્રેડિટકાર્ડ પણ શહેરી શેરી ફેરિયાઓ ને આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પી. એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ(પી.એમ. સ્વનીધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, GASના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમિક્ષા કરવામાં આવી હતી. જેથી શહેરી વિસ્તારના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે. વધુ જાણકારી માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.પી.એમ.સ્વનીધી યોજનાનું ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે(૧) આધાર કાર્ડ ઓરીઝનલ અને ઝેરોક્ષ. (૨) બેંક પાસબુક ઓરીઝનલ અને ઝેરોક્ષ.(૩) ધંધાનું પ્રમાણ પત્ર અથવા ધંધો કરતા હોય એવો ફોટોગ્રાફ્સ. (૪) એકરારનામું. (૫) આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો ફરજીયાત છે.(૬)અરજી કરતી વખતે UPI ID(યુ.પી.આઈ.આઈ.ડી.) જનરેટ હોવું ફરજીયાત છે.(ફોન પે , ગુગલ પે, અથવા બેંક એપ્લીકેશન)