મોરબી: શ્રી ગુરૂભાઈ રામા મંડળ દ્વારા બાબા રામદેવ પીરનું ભવ્ય અને સંગીતમય આખ્યાન પ્રસ્તુત કરવામાં આવનાર છે. આ મંડળ દ્વારા બાબા રામદેવ વિરમદેવની કાલી ઘેલી ભાષામાં અભિનય તથા સંગીતથી ભરપૂર આખ્યાન 02/12/2025 ને રાત્રે 09:00 કલાકે અંબિકા હૉલ, નકલંક મંદિર સામે, બગથળા, મુ. બગથળા, તા. જી. મોરબી ખાતે યોજાશે. ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી ધર્મલાભ લેવા માટે આયોજક એ. જે. ઢોરીયા અને યશ અશોકભાઈ ઢોરીયા તેમજ ગુરૂભાઈ રામા મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.