મોરબી : મોરબીમાં મણીમંદિરની બાજુમાં સરકારી જમીન આવેલ દરગાહના ડીમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ આજે ડિમોલિશન માટેના વાહનો અંદર લાવવા માટે ખાખરેચી દરવાજા બાજુની દીવાલ તોડી હતી તે સહિતની દીવાલ ચણવાનું કામ પણ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાત્રીના સમયે શાંતિ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.