મોરબી વિધાનસભા વિસ્તારમાં 88 તકા, ટંકારામાં 91 ટકા અને વાંકાનેરમાં 86 ટકા ફોર્મનું ડિજિટાઇઝેશન થયુંમોરબી : મોરબી સહિત રાજ્યભરમાં તા.4 નવેમ્બરથી શરૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં સરેરાશ 88 ટકા ફોર્મ પરત આવી જતા તેનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ટંકારા વિધાનસભા વિસ્તારમાં 91 ટકા કામગીરી થઈ છે.મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં કુલ 8,50,142 મતદારો નોંધાયેલ છે. જે પૈકી 8,48,760 મતદારોને એન્યુમરેશન ફોર્મ એટલે કે, ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યા બાદ કુલ 7,54,126 મતદારોએ ગણતરી ફોર્મ ભરી પરત જમા કરાવતા આ તમામ મતદારોની ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લાની ત્રણેય બેઠકમાં સરેરાશ 88.71 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકવાઇઝ જોઈએ તો મોરબી વિધાનસભા બેઠકમાં 2,96,916 મતદારો છે. જેમાંથી 2,61,752 મતદારોએ ગણતરી ફોર્મ ભરીને પરત આપતા તેમનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 88.16 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આવી જ રીતે ટંકારા બેઠક વિસ્તારમાં 2,57,614 મતદારો પૈકી 2,35,271 મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 91.33 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વાંકાનેર બેઠક વિસ્તારમાં 2,95,612 મતદારો પૈકી 2,57,103 મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 86.97 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.