કચ્છની હદમાં સર્જાયેલ અકસ્માતમાં મોરબી ફાયરની મદદ લેવાઈમોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર સામખીયારી નજીક અજંતા ઓરેવા કંપની નજીક ગેસ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયા બાદ આગ લાગી હતી. વધુમાં આ અકસ્માત બાદ લાગેલી આગમાં ચારથી પાંચ જેટલા અન્ય વાહનો પણ ઝપટે ચડી જતા ગંભીર અકસ્માત બાદ મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવતા વહેલી સવારે ફાયર બ્રિગેડનો કાફલો મદદ માટે દોડી ગયો હતો. જો કે, હજુ સુધી આ અકસ્માતમાં મૃત્યુઆંક અંગેની કોઈ વિગતો સામે આવી નથી.દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ - મોરબી નેશનલ હાઈવે પર કટારીયા નજીક કરણી કૃપા હોટલ પાસે એલપીજી ટેન્કર પલ્ટી મારી ગયા બાદ અગન ગોળો બની હોટલના પાર્કિંગના ધસી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વધુમાં ગેસ ટેન્કરમાં આગ બાદ વિસ્ફોટ થતા બોમ્બ ની જેમ ધડાકા સાથે ટેન્કર ફાટતા હોટલમાં પાર્કિંગ પાસે પાર્ક કરેલા ચારથી પાંચ વાહનો પણ ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. વેહલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ કચ્છ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ બાદ ભચાઉ 112 દ્વારા મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી.જો કે, આ દુર્ઘટનામાં મૃત્યુ આંક હજુ સામે આવ્યો નથી. હાલમાં આગ સંપૂર્ણ પણે બુઝાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.