SSY શિબિર હવે 14 ડિસેમ્બરથી યોજાશેમોરબી : મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા.7-12-2025થી યોજાનારી SSY શિબિર હવે તા.14-12-2025થી યોજાશે. મહત્વનું છે, મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ - ધ્યાન - યોગ્ય ખોરાકની સમજ - યોગાસન - આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે. “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે, ગેસ એસીડીટી કબજિયાતમાં ફાયદા,વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે. શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જેના માટે તા.14-12-2025 રવિવારને સાંજે 7.00 કલાકે, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઇડીસી મેઇન રોડ, મોરબી ખાતે નવનીત કુંડારિયા મો.9825224898, ધ્રુવ દેત્રોજા મો.9913111202,અંબારામ કવાડીયા મો. 9825263142 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવા યાદીમાં જણાવાયું છે.