મોરબી : તા. 30-11-2025ને રવિવારના રોજ જલારામ ધામ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જલારામ ધામના અતિથિઓનું નિવૃત પોલીસ કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જલારામ ધામના અતિથિઓ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓનું શાલ ઓઢાડી અને જલારામ બાપાનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જલારામ ધામના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના માર્ગદર્શન હેઠળ અગ્રણીઓ ગીરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કિશોરભાઈ ચંડીભમ્મર, રમણિકભાઈ ચંડીભમ્મર, સી.ડી.રામાવત, પારસભાઈ ચગ, જયંતભાઈ રાધુરા, કિશોરભાઈ ઘેલાણી, નિરાવભાઈ હાલાણી, કૌશલભાઈ જાની, પંકજભાઈ ચંડીભમ્મર વગેરે અગ્રણીઓનું નિવૃત પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસની કોવિડ-19ની કામગીરી અને અન્ય સેવાને જલારામ ધામ દ્વારા બિરદાવેલ હતી.