મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 1 ડિસેમ્બર ને સોમવારના રોજ 3480 ક્વિન્ટલ એટલે કે 17400 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1560 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 890 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1296 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 588, તલના 2170, જીરુંના 3960, બાજરાના 420, સોયાબીનના 892, અડદના 1157 અને ચણાના 1020 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 900, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 900, ટમેટાના 600, કોબીજના 280, કાકડીના 600, લીંબુના 400, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.