મોરબી : મોરબીના શનાળા પાસે તાજેતરમાં સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા બાદ સ્થાનિકોની માંગને પગલે તંત્ર દ્વારા તુરંત તમામ ક્રોસિંગ પર સ્પીડબ્રેકર ફરી બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ આ સ્પીડ બ્રેકર ઓવર હાઇટના એટલે કે મસમોટા બનાવી દેવામાં આવ્યા છે. પરિણામે અનેક વાહનોનો નીચેનો ભાગ સ્પીડબ્રેકર સાથે ભટકાય છે. અહીં વાહનોની ગતિ એકદમ ધીમી થઈ જતી હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે.