મોરબી : મોરબી જિલ્લામાં આવેલ નવા જાબુંડિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રંજનાબેન ગોસ્વામી તા. 30-11-2025ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષિકા રંજનાબેનને નવા જાબુંડિયા પ્રાથમિક શાળા તરફથી શ્રીફળ, પડા અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતાં. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત ગાવામાં આવ્યું હતું. જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. નિવૃત શિક્ષિકા રંજનાબેન ગોસ્વામી સાદગી, શિસ્ત અને સંસ્કારના હિમાયતી હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નવાજાબુંડિયા પ્રાથમિક શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.