મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ રાધે કોમ્પ્લેક્સમાં પહેલા માળે રોયલ ક્રિસ્ટ ડે નામનું સ્પા ચલાવતા મૂળ ઉત્તરાખંડના વતની આરોપી મહેન્દ્રલાલ ઉર્ફે વિક્કી બીરબલલાલ રાવત ઉ.33 નામના શખ્સે પોતાના સ્પામાં કામ કરતી સ્પા વર્કરની વિગતો પોલીસ મથકે જમા કરાવી ન હોવાથી એસઓજી ટીમે સ્પામાં ચેકીંગ બાદ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ નોંધાવી હતી.