મોરબી : ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાર્થક વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને AIPSA- Educational Excellence Award - 2025નો એવોર્ડ મળ્યો મળ્યો છે. આ એવોર્ડ માટે ગુજરાતની અંદાજિત 3000થી વધારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી 650 થી વધુ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અલગ - અલગ માપદંડોને ધ્યાનમાં લઈને 140 જેટલા શાળાઓના પ્રિન્સિપાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિવિધ પ્રવૃત્તિ આધારિત બાળકોના સર્વાંગી વિકાસ માટેના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ એવી સાર્થક વિદ્યામંદિર શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને 2025નો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મળ્યો છે.