BYD, જેગુઆર, મર્સીડીઝ અને વિનફિસ્ટા સહિતની 39 લકઝરી કારની પણ ખરીદી : કુલ રૂ.375 કરોડના વાહનો વેચાયા : આરટીઓને ટેક્સરૂપે 22.51 કરોડની આવક થઇ મોરબી : વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ ધરાવતા મોરબીમાં લોકો દિન દોગુની રાત ચૌગુની પ્રગતિ કરી રહ્યા છે, જો કે, હાલમાં ઈન્ટરનૅશન અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદીના વાદળો ઘેરાયા હોવા છતાં મોજીલા મોરબીના લોકો ખર્ચ કરવામાં જરા પણ પાછી પાની કરતા ન હોવાના આંકડા મોરબી આરટીઓ કચેરીમાંથી સામે આવ્યા છે.મોરબી જિલ્લાના લોકોએ છેલ્લા બે મહિનામાં જ રૂપિયા પોણા ચારસો કરોડના 12,451 વાહનોની ખરીદી કરી છે. જેમાં રૂ.184 કરોડની કારનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે, મોરબીમાં દિવાળી સમયે ટેસ્લાના આગમન બાદ તાજેતરમાં જ બીજી BYD કાર ઉપરાંત જેગુઆર, મર્સીડીઝ, વિનફિસ્ટા સહિતની 25 લાખથી વધુની કિંમતની કારનું પણ આગમન થયું છે. બે મહિનામાં મોરબી આરટીઓને 22.51 કરોડથી વધુ ટેક્સની આવક થઇ છે.દેશ-વિદેશમાં નવી લોન્ચ થતી કોઈપણ કાર પ્રથમ મોરબીમાં આવે છે તેવી ત્યારે સીરામીક નગરી મોરબીમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસના બે મહિનાના સમયગાળામાં જ કુલ રૂપિયા 375 કરોડ 62 લાખ 54 હજાર 433ની કિંમતના 12,451 નવા વાહનોની ખરીદી થઇ હોવાનું સામે આવ્યું છે. મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ 22 સપ્ટેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન મોરબી જિલ્લામાં ટ્રેકટર, ટ્રક, ડમ્પર, કાર, રીક્ષા, બાઈક સહિતના વાહનો ખરીદ થયા છે. મોરબી આરટીઓ કચેરીમાં બે મહિના દરમિયાન નવા વાહનના ટેક્સરૂપે રૂ.22,51, 76,104ની આવક થઇ છે. જિલ્લામાં સૌથી વધુ 8684 મોટર સાયકલ અને સ્કૂટરની ખરીદી થઇ છે. સાથે જ બીજા ક્રમે 2089 કારની ખરીદી છે.25 લાખથી વધુ કિંમતની 39 લક્ઝુરિયસ કાર ખરીદાઈ મોરબીમાં મંદીના માહોલ વચ્ચે પણ કારના શોખીનોએ છેલ્લા બે મહિનામાં રૂ.25 લાખથી વધુ કિંમતની 39 કાર ખરીદી કરી છે. જેમાં સીરામીક નગરીમાં ટૂંકા સમયમાં જ એક બીવાયડી, બે જેગુઆર, 7 મહિન્દ્રા ઇલેક્ટ્રિક કાર, 7 મર્સીડીઝ બેન્ઝ, 16 ટોયોટો કિર્લોસ્કર, ત્રણ ટાટા ઇલેક્ટ્રિક કાર તેમજ પ્રથમ વખત જ એક વિનફાસ્ટ કારનું આગમન થયું હોવાનું સૂત્રો જણાવે છે.બે મહિનામાં ક્યાં કેટલા વાહન ખરીદાયા વાહન પ્રકાર સંખ્યા ટ્રેકટર 473બસ 02કન્સ્ટ્રક્શન વાહન 15ડમ્પર 66માલવાહક 484બાઈક-સ્કૂટર 8684મોટરકાર 2089ગુડ્સ રીક્ષા 139પેસેન્જર રીક્ષા 444કુલ 12,451