મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 29 નવેમ્બર ને શનિવારના રોજ 2601 ક્વિન્ટલ એટલે કે 13005 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1528 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 809 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1300 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 572, જીરુંના 4030, સોયાબીનના 884, અડદના 1190, ચણાના 1015, એરંડાના 1280, કાળા તલના 4900 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 600, લીંબુના 400, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 240 સુધીના બોલાયા હતા.