મોરબી : મોરબીના મધુપુર ખાતે આવેલા મેલડીધામ મુકામે નવનિર્માણ પામેલા પાળેશ્વર મહાદેવજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. તારીખ 26 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ત્રણ દિવસ સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં આજરોજ મહાયજ્ઞ, શિવ પ્રતિષ્ઠા, મહાપ્રસાદ તેમજ ધજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો.પાળેશ્વર મહાદેવ મંદિરનું આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજનથી સમગ્ર મધુપુર ગામમાં એકતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી. હિન્દુ-મુસ્લિમ પરિવારો સહિત સૌએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને સમસ્ત જાડેજા પરિવાર દ્વારા યોજાયો હતો.