વાંકાનેર : GCERT ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી ડાયટ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત 'વિકસિત ગુજરાત @2047' વિષય અંતર્ગત કલાઉત્સવની ઉજવણીના ભાગરૂપે દર્શક શાળા વિકાસ સંકુલ વાંકાનેર દ્વારા શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય વાંકાનેર ખાતે SVS કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કલા ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ચાર સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 'વિકસિત ગુજરાત @ 2047' વિષય પર ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા (શાસ્ત્રીય અને સુગમ સંગીત), અને સંગીતવાદન સ્પર્ધા (તાલ અને સુર વાદ્ય)નું આયોજન કરાયું હતું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વાંકાનેર તાલુકાના QDC કક્ષાએ પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ₹ 500, ₹ 300 અને ₹ 200 નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. બાળ કવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી અર્ચનાબા ઝાલા (શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય), ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પીપલ ભૂમિ - (શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય, વાંકાનેર), ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી મહેસાણીયા મહેક (એસ. એમ.પી હાઇસ્કૂલ, સિંધાવદર), ઉચ્ચતર માધ્યમિકમાંથી વળાવિયા હિના (મહમ્મદી લોકશાળા ચંદ્રપુર), સંગીત સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી અત્રેસા ભાવિશા (મહંમદ લોકશાળા ચંદ્રપુર), ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી રાવલ ઊર્મિ (શ્રી મો.હે.જે. ગર્લ્સ હાઇસ્કૂલ, વાંકાનેર), સંગીત વાદન સ્પર્ધામાં સરવૈયા જયંતિ (સ.મા. ઉ.મા. શાળા, ભેરડા), ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પરમાર હર્ષિત (શ્રી કે. કે. શાહ વિદ્યાલય,વાંકાનેર)ના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના SVS કન્વીનર બાદી સાહેબ તેમજ CRC ઈકબાલભાઈ શેરસીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જુદી જુદી સંસ્થાના 12 નિર્ણાયકોએ સેવા બજાવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વાંકાનેરનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધકોને શાળા વિકાસ સંકુલ વાંકાનેર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.