01/12 થી 15/01 સુધી કેટલીક ટ્રેનો આંશિક રદ તો કેટલીક ટ્રેનોના સ્ટોપેજ રદ મોરબી: રાજકોટ ડિવિઝનમાં સ્થિત લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે 01/12/2025 થી લઈને 15/01/2026 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. જેના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે. • આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:ટ્રેન નં. 59206/59205 પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ 01/12/2025 થી લઈને 30/12/2025 સુધી ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.• ટ્રેનોના સ્ટોપેજ રદ થવા:ટ્રેન નં. 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ 01/12/2025 થી લઈને 15/01/2026 સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર નહીં ઊભી રહે.ટ્રેન નં. 59552/59551 ઓખા-રાજકોટ-ઓખા લોકલ 01/12/2025 થી લઈને 15/01/2026 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઊભી રહે.રેલવે તંત્ર દ્વારા યાત્રીઓને અપીલ કરાઈ છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.