મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 28 નવેમ્બર ને શુક્રવારના રોજ 2515 ક્વિન્ટલ એટલે કે 12575 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1545 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 680 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1342 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 584, તલના 2150, જીરુંના 4050, બાજરાના 426, સોયાબીનના 877, અડદના 1200 અને ચણાના 1020 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 600, લીંબુના 400, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 240 સુધીના બોલાયા હતા.