મોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 28 નવેમ્બર ને શુક્રવારના રોજ નવા ટ્રાન્સફોર્મરની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ભડિયાદ ફીડર હેઠળના વિસ્તારો જેવા કે, સો ઓરડી, માળિયા વનાળિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વગેરે તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.