ગુમ વ્યક્તિ અંગે જાણકારી મળે તો મો. નં. 8320707284 અથવા 9879499720 પર સંપર્ક કરવા વિનંતીમોરબી : મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ રામકો વિલેજ સોસાયટીમાંથી ગત તારીખ 19 નવેમ્બરના રોજ સવારના સમયે એક વ્યક્તિ ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા. પરંતુ તે દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા. આ મામલે ગુમ વ્યક્તિના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરીને તેમના પતિની શોધખોળ કરવા જણાવ્યું છે.મળતી વિગતો પ્રમાણે રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સોનલબેન ઘોડાસરાએ અરજીમાં જણાવ્યું છે કે, તેમના પતિ નવીનભાઈ નારાયણભાઈ ઘોડાસરા તારીખ 19 નવેમ્બરના રોજ સવારે સાડા સાત વાગ્યે ઘરેથી નાસ્તો કરીને કારખાને નોકરીએ જાવ છું તેમ કહીને નીકળ્યા હતા. ત્યારબાદ મારા ભાઈ કલ્પેશભાઈનો ફોન આવ્યો હતો કે, તેમના બનેવી નવીનભાઈ હજુ કારખાને પહોંચ્યા નથી. તેમને ફોન કરતા મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. સોસાયટીમાં તેમજ વતનમાં તથા કારખાનાની આસપાસ અલગ અલગ જગ્યાએ તપાસ કરવા છતાં તેઓ મળી આવ્યા ન હતા. તેથી પોલીસ સ્ટેશનને જાણ કરીને ગુમ નવીનભાઈ ઘોડાસરાની તપાસ કરવા પોલીસને જણાવ્યું છે. વધુમાં કોઈને ગુમ વ્યક્તિ અંગે જાણકારી મળે તો મો. નં. 8320707284 અથવા 98794 99720 પર સંપર્ક કરવા જણાવ્યું છે.