2645 ક્વિન્ટલ કપાસની આવક થઈ, ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 27 નવેમ્બર ને ગુરુવારના રોજ 2645 ક્વિન્ટલ એટલે કે 13225 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 400 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1310 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 586, તલના 2248, જીરુંના 3932, બાજરાના 424, મઠના 1400, મગના 1620, અડદના 1290, ચણાના 1024, કાળા તલના 3515 અને સોયાબીનના 882 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 900, કોબીજના 440, કાકડીના 700, લીંબુના 400, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 240 સુધીના બોલાયા હતા.