મોરબી : મોરબી શહેરના ગાંધીચોક નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી (1) અમીનભાઇ હસનભાઈ ખુરેશી, રહે.રબારીવાસ (2) મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુસાલ રહે.વીશીપરા (3) સફી તારમહમદ મોટલાણી, રહે. બોરીચાવાસ અને આરોપી (4) નરેશ કનૈયાલાલ કીપલાણી રહે.હાઉસિંગ બોર્ડ વાળાઓને ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6440 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.