મોરબી : મોરબીના ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હોય આ મામલે આવતીકાલે તારીખ 27 નવેમ્બર ને ગુરૂવારના રોજ સવારે 9:30 થી 11:30 દરમિયાન રહીશો દ્વારા ઋષભ પાર્ક સોસાયટી થી મોરબી મહાનગરપાલિકા કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, 27 નવેમ્બરે 9:30 થી 11:30 દરમ્યાન ઋષભ પાર્ક સોસાયટીથી યદુનંદન સોસાયટી, નવયુગ વિદ્યાલય, શનાળા જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ, સરદારબાગ, જયદીપ ચોક, રામચોક થઈ મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજનાર હોય તો રેલી દરમિયાન આશરે 300 જેટલા લોકો મોરબી મહાનગરપાલિકા ખાતે ઢોલ, ત્રાસા તેમજ વાહનો સાથે પગપાળા આવેદનપત્ર અને પાણીના પ્રશ્નના નિરાકરણ અંગે રેલી કાઢીને જવાના છે.