વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ખાતે આવેલા નેક્સોના સિરામિકમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સંદીપ ઝાલરીયા, સંદીપ આદરોજા, ચંદ્રેશ ભાડજા, દિલીપ ભોરણીયા તેમજ નેકસોના સિરામિકના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, નેક્સોના સિરામિક પરિવારનો આભાર માન્યો હતો.