પ્રાંત કચેરીએ SIRના ફોર્મની સ્ક્રુટીની કરતી વેળાએ બ્લડપ્રેસર લો થઈ ગયું : 108 બોલાવાય મોરબી : મોરબીમાં SIRની કામગીરી કરતી વેળાએ એક સુપરવાઈઝરની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ સુપરવાઈઝરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં એલઇ કોલેજમાં ફરજ બજાવતા મનીશભાઈ જેઠવા જેઓ સુપરવાઈઝર હોય, આજે સવારે પ્રાંત કચેરી ખાતે SIRના ફોર્મની સ્ક્રુટીની કરી રહ્યા હતા. ત્યારે આ વેળાએ તેઓનું બ્લડ પ્રેસર લો થઈ જતા તબિયત લથડી હતી. જેથી હાજર કર્મચારીઓએ તુરંત 108ને બોલાવી હતી. 108ની ટીમે આ સુપરવાઈઝરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હોવાનું જાણવા મળ્યું છે.