મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 26 નવેમ્બર ને બુધવારના રોજ 2335 ક્વિન્ટલ એટલે કે 11675 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1523 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 570 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1340 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 578, તલના 2250, જીરુંના 3880, સોયાબીનના 886, અડદના 1251, ચણાના 1029, ગુવાર બીના 705 અને કાળા તલના 4812 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 900, કોબીજના 440, કાકડીના 700, લીંબુના 400, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 240 સુધીના બોલાયા હતા.