રીએક્ટર મશીનનું ઢાંકણું ખોલવા સમયે દુર્ઘટના સર્જાઈવાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ કેમિકલ ફેકટરીમાં કામ કરી રહેલ શ્રમિક રીએક્ટર મશીનનું ઢાંકણું ખોલવા જતા અંદરથી કેમિકલ વાળું ગરમ પાણી ઉડતા દાઝી ગયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એશિયાટિક કેમિકલ ફેકટરીમાં કામ કરતા મૂળ જાબુઆ મધ્યપ્રદેશના વતની વિનોદભાઈ દુવલિયાભાઈ મેડા ઉ.24 નામનો યુવાન ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે ગત તા.19ના રોજ ફેકટરીના રીએક્ટર મશીનનું ઢાંકણ ખોલવા જતા મશીનમાંથી કેમિકલ વાળું ગરમ પાણી ઉડતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.