વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે દરગાહ પાછળ આવેલ એશિયન રીફેક્ટરી કારખાનાના ગ્રાઉન્ડથી કોઈ અજાણ્યા તસ્કર રૂપિયા 12 લાખની કિંમતનું જ્હોન ડિયર કંપનીનું જીજે - 36 - એસ - 3691 નંબરનું ટ્રેકટર ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.