દેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયોમોરબી : મોરબી શહેરમા કાલિકા પ્લોટ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બદી વ્યાપક બની છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીને આધારે રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂનું વેચાણ કરતા પાંચ ઇસમોને ઝડપી લઈ દેશી દારૂ મોકલનાર શખ્સનું નામ ખોલાવી છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નંબર 4મા સતવારા બોર્ડિંગ પાછળ રહેણાંકમાં દેશી દારૂ વેચાણ થતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી (1) હિતેશભાઇ ઉમીયાશંકરભાઇ દવે (2) પ્રકાશ ઉર્ફે પકો રસીકભાઇ કવાભાઇ હમીરપરા (3) અમીતભાઇ કિશોરભાઇ ધોળકીયા રહે.ત્રણેય કાલિકા પ્લોટ (4) સુનીલભાઇ ઉર્ફે સુનો ભરતભાઇ અગેચણીયા, રહે-કુલીનગર, વીશીપરા અને (5) અનિલભાઇ ઉર્ફે અનિયો પ્રેમજીભાઇ ચૌહાણ, રહે-કાલીકા પ્લોટ પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ પાસે મોરબી વાળાઓને 70 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 14 હજાર સાથે ઝડપી લીધા હતા. વધુમાં દારૂનો આ જથ્થો આરોપી (6) બાબાભાઇ રાહિબભાઇ જેડા રહે-મોરબી નવાગામ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.