મોરબી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના રામમંદિર પર પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારે રામ મંદિર પર ધ્વજારોહણના પાવન અવસરે આ ઐતિહાસિક ધ્વજારોહણમાંથી પ્રેરણા લઈને મોરબીમાં પણ એક નવી ધાર્મિક ચેતના જોવા મળી રહી છે. મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા બિંદુ એપોર્ટમેન્ટમાં આજથી કાયમી ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે.બિંદુ એપોર્ટમેન્ટના રહીશો દ્વારા એક નવીન પહેલાના ભાગરૂપે એપોર્ટમેન્ટ પર આજથી કાયમી આ ભગવો ધ્વજ લહેરાવવાનું નક્કી કરાયું છે. સાથે જ શહેરીજનોને અપીલ કરી છે કે અયોધ્યાની જેમ આપણે પણ આપણા ઘર, દુકાન, કોમ્પલેક્ષ અને બિલ્ડિંગ પર કાયમી ભગવો ધ્વજ લહેરાવીએ. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મને વધુને વધુ આગળ વધારવાનો અને અખંડ ભારતના નિર્માણમાં નાગરિક તરીકે આપણું નાનું પણ મહત્વનું યોગદાન આપવાનો છે.