મોરબી: મોરબી ડિસ્ટ્રિક્ટ પોસ્ટલ પેન્શનર્સ દ્વારા તેમના છઠ્ઠા 'સહ-પરિવાર સ્નેહ મિલન'નું તારીખ 23/11/25 ને રવિવારના રોજ શ્રી યજ્ઞેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ગુજરાત પોસ્ટલ પેન્શનર્સ એસોસીએશનના હોદ્દેદારો બી.પી. દરજી અને એન. ડી. જોશી સહિત અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી, વાંકાનેર અને રાજકોટના નિવૃત્ત કર્મચારીઓ પરિવાર સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્નેહ મિલનમાં 70, 75 અને 80 વર્ષ પૂર્ણ કરનાર નિવૃત્ત કર્મચારીઓની 'વય વંદના' હતી, જેમાં તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નિવૃત્ત કર્મચારીઓના તેજસ્વી પૌત્ર-પૌત્રીઓને 'વિદ્યા પુરસ્કાર' આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન બાળકોએ ઉત્સાહભેર શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું અને પ્રેરક વક્તવ્ય આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ભાવિપ્રસાદ રાવલે કર્યું હતું. પી. એચ. અઢિયાના માર્ગદર્શન હેઠળ પી. આર. રાઠોડ, એમ.વી. વાગડીયા અને બી. આર. રાવલેએ આયોજનની જવાબદારી સંભાળી હતી. મિલનના અંતે સૌએ સાથે મળીને સમૂહ ભોજનનો લાભ લીધો હતો.