વાંકાનેર: આજ રોજ વાંકાનેર બાયપાસ પરના રાતીદેવળી રોડ પર આવેલ પુલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોને આવવા જવા માટે હવે સરળતા રહેશે. તેમજ ટ્રાફિકના પ્રશ્નોનોનું પણ નિરાકરણ આવશે. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ઉપર પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, કાઉન્સિલર અંકિતભાઈ નંદાસણીયા, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેસભાઈ નાગ્રેચા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્ચિનભાઈ મેઘાણી, રાજભાઈ સોમાણી, જેન્તીભાઈ મદ્રેસણીયા, ભરતભાઈ પટેલ, નવીનભાઈ વોરા,સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.