ટંકારા : ટંકારા તાલુકાના 42 ગામોમાં માવઠાથી થયેલા પાકના નુકસાનીની સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજ અંતર્ગત વીસી મારફતે ખેડૂતોની નોંધણીની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. તાલુકાના કુલ 21 હજાર જેટલા ખાતાઓમાંથી ખરાબા અને સરકારી જમીન તેમજ ડબલ ખાતા બાદ કરતાં લગભગ 99 ટકા ખેડૂતોએ નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં કુલ 16212 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.ગામવાર નોંધણીની વિગતો મુજબ ટંકારા : 936, વિરવાવ : 834, નેકનામ : 685, મિતાણા : 592, સજનપર : 584, જીવાપર : 512, મેઘપર ઝાલા : 509, સાવડી : 507, ઓટાળા : 502, મોટા ખીજડીયા : 489, નેસડા સુરીજી : 489, હડમતીયા : 486, બંગાવડી : 519, હરબટીયાળી : 470, લજાઈ : 461, નાના ખીજડીયા : 456, ભુતકોટડા : 437, છત્તર : 430, નસીતપર : 431, જોધપુર (ઝાલા) : 420, રોહિશાળા : 391, જબલપુર : 376, મહેન્દ્રપુર : 366, ગજડી : 365, કલ્યાણપર : 347, હમીરપર : 345, સરાયા : 351, નેસડા ખાનપુર : 319, વિરપર : 300, નાના રામપર : 399, હીરાપર : 285, લખધીરગઢ : 378, ટોળ : 246, અમરાપર : 236, વાછકપર : 203, સખપર : 153, વાઘાગઢ : 151, ધ્રોલીયા : 113, ખાખરા : 98, દેવળીયા : 88, રાજાવડ : 88, ઘુનડા ખાનપર : 62 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે.આ કામગીરીને સફળ બનાવવામાં ખેડૂત નેતા અગ્રણી મહેશ રાજકોટિયાએ સતત ફોલો-અપ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ તેમજ તમામ કર્મચારીઓએ અથાગ મહેનત કરી રજાના દિવસે પણ રજા રાખ્યા વગર આ કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. તે બદલ આ સરહનીય કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત હજુ બે દિવસનો સમય બાકી હોવાથી જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ તાત્કાલિક નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર કે તલાટી કચેરીમાં સંપર્ક કરી નોંધણી કરાવી લે તેવી અપીલ ખેડૂત અગ્રણી મહેશભાઈ રાજકોટિયા તેમજ ભૂપત ગોધાણીએ અને સ્થાનિક આગેવાનોએ કરી છે. જિલ્લાના ખેડૂતો માટે આ કપરી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા સમયસર સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.