DGGIની ટીમે સવારથી સર્ચ શરૂ કર્યું : તપાસનો ધમધમાટમોરબી : મોરબીના બે સિરામિક એકમો અને ત્રણ આંગડીયા પેઢીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તપાસનો ધમધમાટ શરૂ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી વિભાગની ટોચની ગણાતી એવી DGGI (ડિરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ)ની ટિમો આજે સવારથી મોરબીમાં ત્રાટકી છે. તેઓ દ્વારા આર્ટ ટાઇલ્સ અને પ્લેટીનિયમ ટાઇલ્સમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે આ બન્ને એકમો આમ આદમી પાર્ટીના મોરબીના નેતા પંકજ રાણસરિયા ભાગીદાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ત્રણ જેટલી આંગડીયા પેઢીમાં પણ સર્ચ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.