મોરબી: મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કારણે 11 કેવી રાજનગર ફીડરમાં તારીખ 25/11/2025 ને મંગળવારના રોજ વીજ પુરવઠો સવારે 8 વાગ્યાથી સવારના 11:30 વાગ્યા સુધી બંધ રહેશે.જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.