મોરબી : નાની વાવડી ગામે વણકરવાસમાં રહેતા બીજલભાઇ છગનભાઇ મકવાણા ઉ.વ.૫૪ પોતાના ઘરે સીડી ઉપરથી અકસ્માતે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.