મોરબી: મોરબીના મહેન્દ્રનગર સ્થિત હરિગુણ રેસીડેન્સી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય શ્રવણભાઈ હલુભાઈ કૈલા દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના વિશેષ સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં 85 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા કુણાલભાઈ કૈલા, ઈશ્વરભાઈ કૈલા, ધર્મેન્દ્રભાઈ અઘારા, બીપીનભાઈ કૈલા, નીતિનભાઈ કૈલા, મહાદેવભાઇ રંગપરીયા તેમજ કૈલા પરિવાર અને હરિગુણ રેસીડેન્સીના યુવાનોનો ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, તમામ રક્તદાતાઓ અને હરિગુણ રેસીડેન્સી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.