વાંકાનેર : જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૈન જાગૃતિ વાંકાનેર અને જૈન જાગૃતિ લેડિઝ વિંગ વાંકાનેર જૈન સાધર્મિક દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ફૂટપાથ પર રહેનાર જરૂરિયાતમંદ લોકોને 100 ગરમ ધાબળાઓ કડકતી ઠંડીમાં ઓઢાડી હુંફ પૂરી પાડવામાં આવી હતી. આ ધાબળા વિતરણ વ્યવસ્થામાં જૈન જાગૃતિ સેન્ટર વાંકાનેરના પ્રમુખ પુનચંદભાઈ પટેલ, રમણભાઈ, શૈલેષભાઈ, ભરતભાઈ અને કારોબારી સભ્યો સાથે જૈન જાગૃતિ લેડિઝ વિંગના પ્રમુખ ગીતાબેન ચેતનભાઈ બેલાણી, સેક્રેટરી નલિનીબેન પટેલ અને કારોબારી સભ્યો જોડાયા હતા.