6 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે, રમતગમત, સન્માન, મોટિવેશનલ સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : આગામી તારીખ 27 ડિસેમ્બર ને શનિવારના રોજ સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીનો સ્નેહ મિલન સમારોહ યોજાશે. મોરબીના મોરબી-રાજકોટ હાઈવે પર ઉમા સંસ્કારધામની સામે આવેલા મધુસૂદન પાર્ટી લોન્સ ખાતે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સાંજે 3 કલાકે પરિવારોનું આગમન, ત્યારબાદ દિપપ્રાગટ્ય, સ્વાગત ગીત, સાંસ્કૃતિક ગીત, વિદ્યાર્થીઓનું સન્માન, દાતાઓનું સન્માન, મા ઉમાની આરાધના, બહેનો અને બાળકો માટે રમત-ગમત, ત્યારબાદ ભોજન અને ભોજન બાદ સાંજે 8 કલાકે મોટિવેશન સ્પીકર મનિષ વઘાસીયાનો સમજણની વૃદ્ધિ એજ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રે 10 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના 6 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે.