મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 24 નવેમ્બર ને સોમવારના રોજ 1770 ક્વિન્ટલ એટલે કે 8850 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1532 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 163 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 556 રૂપિયા બોલાયા છે. તો તલના 2350, મગફળીના 1294, જીરુંના 4030, બાજરાના 545, સોયાબીનના 900, અડદના 896, ચણાના 1025 અને એરંડાના 1280 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 1000, ટમેટાના 900, કોબીજના 400, કાકડીના 700, લીંબુના 400, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.