મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં 8.45 લાખ ગણતરી પત્રકનું વિતરણ : ફોર્મ ભરાઈને પરત આવવાની સંખ્યા ઓછી, બે દિવસ ખાસ ઝુંબેશનો મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધોમોરબી : મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા હેઠળના વિસ્તારોમાં SIRની બે દિવસની ખાસ ઝુંબેશ સંપન્ન થઈ છે. જેમાં તમામ મતદાન મથકો ઉપર બીએલઓ દ્વારા ગણતરી પત્રક સ્વીકારવામાં આવ્યા હતા. હજુ પણ આ ગણતરી પત્રક ભરાઈને પરત આવવાની સંખ્યા ખૂબ ઓછી છે. બીજી તરફ 3.18 લાખ ફોર્મ ઓનલાઇન સબમિટ થયા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્યભરમાં હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી બીએલઓએ પોતાના મતદાન મથક પર હાજર રહી મતદારોનું મેપિંગ / લિંકિંગ બાકી હોય તે મતદારોને મદદ કરી ગણતરી ફોર્મ ભરાવીને પરત સ્વીકારવાની કામગીરી કરી હતી. ઉપરાંત જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં ન મળતું હોય તેઓને નામ શોધવામાં બીએલઓએ માર્ગદર્શન આપ્યું હતું.મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા આવે છે. જેમાં 65-મોરબી, 66-ટંકારા અને 67-વાંકાનેરનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિધાનસભામાં 891 બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી વિધાનસભા વિસ્તારમાં 2,96,916 તથા ટંકારા વિધાનસભા વિસ્તારમાં 2,57,614 તેમજ વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં 2,95,612 મતદારો મળી કુલ 8,50,142 મતદારો છે. જેમાંથી 8,45,239 મતદારોને ગણતરી પત્રકનું વિતરણ કરવામાં આવ્યું છે. જો કે આ ગણતરી પત્રક ભરાઈને પરત આવવાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.બીજી તરફ સર્વરની સમસ્યાને કારણે આ ગણતરી પત્રકની ઓનલાઈન એન્ટ્રી કરવાની કામગીરી પણ ધીમી ચાલી રહી છે. તા.23ને બપોરના 12 વાગ્યાની સ્થિતિએ ત્રણેય વિધાનસભા વિસ્તારમાં 3,18,159 ગણતરી પત્રકની ઓનલાઈન એન્ટ્રી થઈ છે. આ કામગીરી દરમિયાન 4770 મતદારોનું મૃત્યુ, 46 ગેરહાજર, 2970નું કાયમી સ્થળાંતર, 375ની અગાઉથી જ નોંધણી થઈ હોવાનું સામે આવ્યું છે.સર્વર ડાઉન હોવાના કારણે ઓનલાઈન કામગીરી ધીમીબીએલઓને મતદાર યાદી સુધારણાના ભરાયેલા ફોર્મ મળે છે તેની એપમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે. એપ સર્વર ડાઉન રહેતું હોવાના કારણે ખુબજ ધીમી ચાલે છે. એરર આવે છે. વારંવાર લોગીન કરવું પડે છે. લોગીન કર્યા બાદ ઘણાં મતદારોની વર્ષ 2002ની યાદી મુજબ જન્મ તારીખમાં ભૂલ હોય હાલની સાચી જન્મ તારીખ એન્ટર કરવામાં આવે તો ફોર્મ સબમીટ થતું નથી. આવી સમસ્યાઓને કારણે ઓનલાઈન એન્ટ્રીની કામગીરી ધીમી પડી છે.2002ની યાદીમાં નામ ન મળવાના અનેક પ્રશ્નોમોરબી જિલ્લામાં 2002ની યાદીમાં નામ ન મળવાના અનેક પ્રશ્નોએ મતદારો અને બીએલઓને ચકરાવે ચડાવ્યા છે. ભાવિક મહેશભાઈ રાઠોડ નામના મતદારે જણાવ્યું કે તેઓ દાયકાઓથી મોરબીમાં જ રહે છે માત્ર સરનામું ફર્યું છે. હાલ તેમના પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં પણ મળતું નથી. બીજી તરફ રેવા ટાઉનશીપમાં રહેતા જયશ્રીબેનના પરિવારના 4 લોકો પૈકી ત્રણ મતદારોનું નામ કન્યા છાત્રાલયના બુથમાં જ્યારે એકનું નામ નિર્મલ વિદ્યાલય બુથમાં હોવાનું સામે આવ્યું છે.