લગ્ન માટે યુવક પાસેથી રૂ.3 લાખ પડાવ્યા, પિતાના મોતનું બહાનું કાઢીને ભાગી ગયા બાદ પરત જ ન આવી : બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યોમોરબી : મહેસાણામાં એક લૂંટેરી દુલ્હન ઝડપાઇ છે. જેને રાજયના વિવિધ શહેરોમાં 15થી વધુ પુરુષો સાથે લગ્ન કરી તેઓને ઠગ્યા છે. તેને મોરબીના એક યુવક સાથે લગ્ન કરી તેની પાસેથી પણ પડાવીને છેતરપીંડી આચરી હોવાનું ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડ્યા બાદ એક બાદ એક ભોગ બનનારા યુવકો સામે આવી રહ્યા છે. મહેસાણા પોલીસના હાથે ઝડપાયેલી ચાંદની તેની ગેંગ સાથે મળીને પૈસા લઈ યુવકો સાથે લગ્ન કરતી હતી. બાદમાં બહાનું બતાવી રફુચક્કર થઈ જતી હતી. હાલ અનેક પોલીસ મથકોમાં ભોગ બનનાર યુવકો દ્વારા ફરિયાદોનો મારો ચલાવવામાં આવ્યો છે.મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરા ઉ.વ. ૫૫એ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાજુભાઈ તન્ના અને ચાંદની રહે બન્ને. અમદાવાદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અગીયારેક મહિના અગાઉ તેમના દિકરા રાહુલ સાથે રાજુભાઈ ઠકકરે ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- લીધા હતા. ચાંદની ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ ગયેલ હોવાનુ બહાનુ કરી પાછી આવી જ ન હતી. બાદમાં તેને અન્ય જગ્યાએ પણ લગ્ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચાંદનીએ કરેલા લગ્નોવાવ-થરાદના દિયોદર તાલુકાના લુન્દ્રા ગામના યુવક પાસેથી 5 લાખ લઈ લગ્ન કર્યા.સાબરકાંઠાના ઇડર તાલુકાના અરોડા ગામના યુવક પાસેથી રૂ. 2.28 લાખ લઈ લગ્ન કર્યા.પાટણના સમી તાલુકાના દુદખા ગામના યુવક પાસેથી રૂ. 2.75 લાખ મેળવી લગ્ન કર્યા.અમદાવાદના બાવળા ગામના યુવક પાસેથી રૂ. 1.70 લાખ લઈ લગ્ન કર્યારાજકોટ શહેર બંસીધર પાર્ક રૈયાધાર રામાપીર ચોકડી ખાતે રહેતા યુવક પાસેથી રૂ. 2.30 લાખ લઈ લગ્ન કર્યા.અમદાવાદ શહેર જડેશ્વર પાર્ક સોસાયટી વસ્ત્રાલ ખાતે રહેતા યુવક પાસેથી ૩ લાખ રૂપિયા લઈ લગ્ન કર્યા બાદમાં છૂટાછેડા લીધેલા છે.સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના રામપુર ગામના યુવક પાસેથી રૂ. 3.25 લાખ લઇ લગ્ન કર્યા.ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામના યુવક પાસેથી રૂ. 2.30 લાખ લઈ લગ્ન કર્યા.ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના તેરનાલ ગામના યુવક પાસેથી રૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.મહેસાણાના બહુચરાજી તાલુકાના આદીવાડા ગામના યુવક પાસેથી રૂ. 5 લાખ લઈ લગ્ન કર્યા.અમદાવાદના નરોડામાં રહેતા યુવક પાસેથી રૂ. 1.70 લાખ લઇ લગ્ન કર્યા.પાટણના યુવક પાસેથી રૂ. 2.50 લાખ લઈ લગ્ન કર્યા.મોરબી શહેરમાં રહેતા યુવક પાસેથી રૂ. ૩ લાખ લઈ લગ્ન કર્યા.ગાંધીનગર સેક્ટર-26માં રહેતા યુવક પાસેથી રૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.ગાંધીનગરના દહેગામમાં રહેતા યુવક પાસેથી રૂ. ૩ લાખ લઈ લગ્ન કર્યા.