મોરબી : મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ મામલે જાણ થતાં બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ ચલાવવામાં આવી રહી છે.